#Kavyotsav2
મને તારી જરુર નથી
જરાય નથી,
કહું હું આમ તો
એ ખોટું પણ નથી,
કલ્પના માં કરેલું છે નિર્માણ
તારા અસ્તિત્વ ની જરુર નથી,
વિચારું જ હું તને કેમ
મને મારી રચના થી ફુરસદ નથી,
સર્જેલું છે તારું જ પ્રતિબિંબ
મને તું નખશીખ પસંદ નથી,
મારી સાથે જ છો તું
પણ એ તું, તું નથી,
સમજે છે મારી લાગણી નો વહેણ
આ કાંઈ તારા જેમ નિષ્ઠુર નથી...
મને તારી જરુર નથી
જરાય નથી...
#मितेश