# Kavyotsav 2
# કાવ્યોત્સવ 2
: : હાસ્ય , પ્રેરણા : :
મે મહીનાના તડકા ભારે ,
સાસુ ને વહુના વડકા ભારે ,,,
ખેતર શેઢે માણસ માથા મારે ,
વૃક્ષો કાપી ધરા ખુલ્લી કરે ,,,
વરસાદ ન આવે , ખેડુ કમોતે મરે ,
કુદરતનો પ્રકોપ થઈ પડ્યો ભારે ,,,
સરકાર ના આવે કોઈ ની જ વા 'રે ,
ન સમજાય ભુલ જાતની જ જ્યારે ,,,
માણસ જાત નો દોષ જાણો વધારે ,
મુંગા પ્રાણીની જેમ સમજીએ ક્યારે ,,,
એક મેક નો સાથ સૌ આપીશું જ્યારે ,
દુનિયામાં નહીં દેખાય દુઃખી કોઈ ત્યારે ,,,
મે મહિનાના તડકા ના લાગે ભારે ,
સાસુ વહુ વચ્ચે હોય લાગણી ભારે ,,,
ધરતી પુત્ર ની કિંમત સૌ સમજશે જ્યારે ,
કુદરતનો પ્રકોપ નહીં આવે ક્યારે , ત્યારે ,,,
જય શ્રી કૃષ્ણ સર્વ ને,,,