Gujarati Quote in Poem by Yuvrajsinh jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વેન્ટિલેટર

હરરોજ ની જેમ ઓફીસે જવાની આજે પણ ઉતાવળ હતી...
જલદી જલદિ મા 8વર્ષ ની દિકરી ની બગીચે જવાની જીદ્દ પડતી મુકી...

લસ-લસ એક થેપલુ ખાધું ને એક લીધું હાથમાં...
મમ્મી પણ ટેબલ પર બેઠા દિકરા સાથે વાત કરવાના લાગ મા...


ફરી એકવાર માં ના 'જે શ્રી ક્રષ્ન' નો જવાબ આપવાનું રહી ગયું...
ને થોડી વારમાં બાઇક અદ્રશ્ય થઈ ગયું...

બાઈક ની સ્પીડ પણ નોર્મલ કરતા થોડી ઉપર જ હતી...
ધડામ દઈ અવાજ આવ્યો પછી તો શી ખબર?કેમકે આંખ બંધ હતી....

અચાનક કારમો સીન આવ્યો ને સુનુ હતું જીંદગી નામે થીયેટર..
હવે મોત અને જીવન આડે ઉભું છે ખાલી એક 'વેન્ટિલેટર'..

ડોક્ટરે મમ્મી પપ્પા ને કહ્યું , મગજ સીવાય નુ શરીર લાગણીશુન્ય થયું..
મરણ પથારી એ સુતો એ વિચારે,'ડોક્ટર ની ગણતરી મા દિલ રહી ગયું'

હવે એને પેલી રડતી દિકરીને દોડી ને બગીચે લઈ જાવી છે...
પોતાને કેતો , 'મને થોડી ખબર હતી કિસ્મત સાવ આવી છે..?'

માં ની સાડી નો કલર પણ યાદ નહતો...
ઉતાવળ મા ખાધેલા થેપલા નો મોઢે કોઈ સ્વાદ નહતો...

એને જીવનમાં જીવવાનું રહી ગયા નો અફસોસ છે...
મનમાં વિચારે , 'મ્રુત્યુ કરતા તો વધુ જીવનમાં દોષ છે'

મન રહી રહીને કહેછે 'અત્યારે તો સુતો છે , પણ જાગતાયે શું તોડી લીધું'
જીવ્યા તો શું? બસ ખાલી થોડું દોડી લીધું...


હવે તો સગા વ્હાલા પણ આવતા ઓછા થઈ ગયા...
જોત જોતામાં દિવસ પંદર હાથની રેતી ની જેમ સરી ગયા..

પણ પેલી 8વર્ષ ની દિકરી ની પ્રાર્થના કામ આવી ગઈ...
મોતના ફરીસ્તા દરવાજે જ હતા કે માં ની માનતા કામ આવી ગઈ..

કોણ જાણે કેમ? પણ જીવી જવાયું...
કદાચ ઈશ્વર થી આટલું દુઃખ ન જોવાયુ..

તબીયત સુધરી ને એને ધરે લાવ્યા..
જાણે જીવતાજ મસાણ ની શેર કરી આવ્યા..

થોડા દિવસ પછી આજે રાબેતા મુજબ ઓફીસ જવાનું હતું...
પણ આનંદ એટલો હતો જાણે કોઈ જશ્ન થવાનું હતું...

પણ હવે એની ચાલમાં ઉતાવળ ક્યાંય નથી...
હવે સમજાયું , મોત પેલા જીવવાનું રહી જાય એ કંઈ ન્યાય નથી...

હવે એ માં ના થેપલા હાથમાં લઈ નથી ભાગતો...
દિકરી ને એકેય શબ્દ ઉતાવળો નથી કેતો...

હવે એ હરેક ક્ષણ માણે છે , એનું ગમતું છે આ થીયેટર...
કારણકે એને બરોબર યાદ છે 'વેન્ટિલેટર'...

#kavyotsav2 .0

Gujarati Poem by Yuvrajsinh jadeja : 111162955
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now