નથી રમાતી આઇસ-પાઇસ,કે
નથી રમાતો હવે થપ્પો,
એક બીલાડી જાડી હવે,
નથી પહેરતી સાડી,
બચપન આખું મોબાઇલ રમે.....
નથી કહેવાતી કોઇ વારતા,
નથી વેરાતાં બોખા વહાલ,
દાદા કરે ફેસબુક અને
દાદી યુ-ટ્યુબ માં ગુલતાન!
મમ્મી હવે ક્યાં રાંધે છે,
બાઇ ની રસોઇ નો છે સ્વાદ,
પપ્પા પણ સદાય ઘાંઘા થૈ,
આપે લાઇક અને આપે દાદ!
કન્યા વ્યસ્ત છે સેલ્ફી માં,
વરરાજા પણ બહુ વ્યસ્ત,
વિધી વિધાન ની ઐસીતૈસી,
સૌ સૌમાં છે બસ મસ્ત
બધા કરે ગુટુર-ગુ હવે,
વોટ્સેપ ના સથવારે,
કવિઓ પણ જો ને ચઢી ગયા,
ફેસબુક ના રવાડે,
ડીજીટલ અમે હસીએ હવે,
ડીજીટલ અમારું રુદન,
લાગણી ઓ અંગુઠે વ્યક્ત થાય,
એવા થયા બધા સંબંધ!
પાંચ ઇંચ ના સ્ક્રીન માં
બધું સુખ જઇ ને સમાયું,
આ રમકડું આમ રમવામાં,
પોતીકું સ્વજન ભૂલાયું!
લોકો ભલે ને ગમે તે કહે,
અમને બહુ મજા આવે છે,
જબરું થયું હવે તો જગમાં,
માણસ કરતાં મોબાઇલ વધુ ફાવે છે!