#kavyotsav -2
હું રૂપ, હું તાજગી, હું નજાકત,
.....સૌંદર્ય બની છલકાઈ જઉં તારા ઉંબરે !!
હું તાલ, હું લય, હું ગીત ,
.....સુર બની રેલાઈ જઉં તારા ઉંબરે !!
હું પ્રેમ, હું સ્નેહ, હું ચાહ ,
.....પ્રીત બની ગંઠાઈ જઉં તારા ઉંબરે !!
હું ખુશી , હું સુખ , હું હાસ્ય ,
.....સ્મિત બની મલકાઈ જઉં તારા ઉંબરે !!
હું ભક્તિ, હું શક્તિ , હું મહિમા,
.....ગરિમા બની જળવાઈ જઉં તારા ઉંબરે !!
હા ...
હું રમણી, હું નારી , હું વનિતા,
.....સ્ત્રી થઇ પૂર્ણતા અનુભવું તારા ઉંબરે !!