Gujarati Quote in Shayri by Bhavna Bhatt

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#કાવ્યોત્સવ2
* હનુમાન દાદા * 7-5-2019

હે દયાળુ દાદા...
તીર્થો તણી, પર્વો તણી લજ્જા મેં ધરી નથી,
શુભયોગને સ્પશર્યા છતા પ્રભુતાને મનમાં ભરી નથી.

દયાળુ દાદા કેવળ ક્રિયાઓ કરી છે તેનુ ફળ આપજો,
દયાળુ દાદા નિર્મળતા તણુ વરદાન આપજો.

દયાળુ દાદા તમારા આશિર્વાદ અને કૃપા મહેસૂસ કરુ છું,
દયાળુ દાદા એટલે જ તો તમને પોકાર કરુ છું.

દયાળુ દાદા સદાય મારી લાજ રાખજો,
દયાળુ દાદા અમી ભરેલી નજર રાખજો.

દયાળુ દાદા એક અરજ મારી કાને ધરજો,
અનસૂયા મા ઉપર સદાય મહેર રાખજો.

જીવનમાં દરેક વસ્તુમાં સુખ શોધુ એવી દ્રષ્ટિ આપજો,
ભાવના જે મળે તેમાં સંતોષ રાખે એવા આશિષ આપજો.

ભાવના ભટ્ટ અમદાવાદ ( અનસૂયા મા ની પ્રેરણા)

Gujarati Shayri by Bhavna Bhatt : 111162407
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now