નવા_દુઃખો#૨_ સીઝન#૨
જીન ની શોધ માં ...
બસ, ઇનફ.. બહુ થયાં દુઃખો.. ભર બપોરે તડકા માં શહેર માંથી જીન શોધવા નીકળી છું, જે મારા બધા દુઃખો દૂર કરે. જીન ને પુરવા એક ૫ રૂપિયા વાળી બોટલ પણ સાથે રાખી છે.
ચાલતાં ચાલતાં બસ સ્ટેન્ડ પાસે થી પસાર થઈ તો જોયું, કે એક વાઘ બસ ની લાઈન માં ઊંભો છે . આ પેલો વચ્ચે ગુજરાત માં દેખાયો હતો ને , તે અહીં ભૂલો પડ્યો લાગે છે . અરેરે, મારું તો હૃદય દ્રવી ગયું! હું દોડી ને ગઈ . મેં કહ્યું, વનરાજ, તમારે આમ લાઈન માં ના ઊંભો રહેવાનું હોય, આપ જહાં ખડે રહોગે, લાઈન વહીંસે શુરૂ હોગી !.બધા ને હડસેલી ને વાઘ ને સૌથી પહેલાં નંબર પર ઊંભો રાખ્યો ! પછી એને બોટલ નું ઠંડુ પાણી પીવડાવ્યું... વાઘે પ્રસન્ન ચિત્તે મને કહ્યું, " માંગ માંગ, માંગે તે આપુ ! ". મેં કહ્યું , લે. આ હું જે જીન ની શોધ માં નીકળી , એ તમે જ છો ? એણે કહ્યું ના, હું તો વાઘ ! ટાઇગર અભી જિંદા હૈ !
ખુશાલી ના માર્યા બીજા બધા દુઃખો હું ભૂલી ગઈ. મેં કહ્યું, કે મારે તમારી પીઠ પર બેસી ને અમદાવાદ દર્શન કરવાં છે. તો એણે કહ્યું કે ના !! મેં કહ્યું કેમ.? તો કહે કે પછી બધા તને અંબે માતા સમજશે તો તારા માં લોકો ના દુઃખો દૂર કરવાની ત્રેવડ છે ? આપણી તો બોલતી બંધ .. ને એ બસ માં ચડી ને ચાલ્યો ગયો...
બે વાત નું દુઃખ છે .. એક તો એને શેરડી નો રસ પૂછવાનો જ રહી ગયો. ને બીજું કે એ પણ શહેર માં આવી ને શહેરી થઈ ગયો ..એય મને જંગલ માં આવવાનું આમંત્રણ સુદ્ધાં ના આપ્યું !