Gujarati Quote in Poem by Kanha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2


#પ્રણય (રસમે ચઢ્યો આજે.... )

રસમ પ્રેમની અવિરત નિભાવીશ,
જ્યાં થી મળશે ત્યાં બેફામ વહાવીશ.

"સૂરા"પ્રણય ની  હું નદીઓ વહાવીશ,
ખોબલે ખોબલે એનેં મહાસાગર બનાવીશ.

વિચારો માં પ્રેમની વાચા વર્તાવીશ,
રસમ પ્રણય ની અવિરત નિભાવીશ.

હ્રદયે સૌનાં હું પ્રણય મઢાવીશ,
ઈર્ષા પર પ્રીતનાં ઢોળ ચઢાવીશ.

રસમ પ્રણયની અવિરત નિભાવીશ,
પ્રેમરસ નેં સૌમાં જીવંત જીવાડીશ.

જ્યાં નહીં મળે ત્યાં પણ અખૂટ વહાવીશ,
દ્વેષભાવ નેં હું પ્રણય થી દબાવીશ.

સમય નેં પણ પ્રણયમય જીવાડીશ,
સંયમ માં પણ હું પ્રીત નિભાવીશ.

આ રસમ પ્રેમ ની નવી હું બનાવીશ,
એને નિભાવવાનો હું સૌ માં નિયમ બનાવીશ.

રસમ પ્રેમની અવિરત નિભાવીશ,
જ્યાં થી મળશે ત્યાં બેફામ વહાવીશ.

મીસ. મીરાં

Gujarati Poem by Kanha : 111162086
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now