#કાવ્યોત્સવ૨ #લાગણી
મિત્ર
ચાલને મિત્ર જીવન ના બારણે ખુશીઓ શણગારીએ
બાળપણની રમત માં રમેલા દાવને,
હવે જીવનની રમતમાં ઉતારીએ
યાદ છે...યાદ છે કીટ્ટા પછી બીલ્લા થઈ
ખભે હાથ રાખી દુનિયા ભુલાવતા
બસ એજ રીતે ચાલને એજ રીતે જીવનને
સાથ કીટ્ટા બીલ્લા વાળો સમજાવીએ
સમજણ વિનાની મસ્તી અને ચિંતા વિનાનો કાળ હતો,
આદર આપળાએ કાળનો કરતા ચાલ જીવન ને શીખવીએ
ચોપડીના પન્ના ફેરવતા ફેરવતા વિચારો ફેરવાઈ ગયા.
બચી છે તો દોસ્તી નામની પુસ્તક
ચાસ ફરી એજ જીવન ને વાંચીએ
વરસો વહી જાય છે સફળતા સાથે પ્રાસ જોડતા જોડતા
જે થમેલી વાતો છે હવે તેને જ પંક્તિ માં દોહરાવીએ
કેટલાક આવીને વસ્યા તો કેટલા વસીને વિસરી પણ ગયા
જીવનની મજા તો એજ જે આપળે સાથે જીવીએ
સમયનો સાથ પકળવા જતા ભુલાયેલી યાદોંને ફરી વિચારીએ
કાતો પછી ચાલને ફરી જીવનને એજ યાદો જીવાળીએ
-મીત ખોડીયાર