Gujarati Quote in Poem by Hina Modha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav - 2.....મને પણ પ્રેમ છે..!!


કહેવાય છે પ્રેમ ની પરિભાષા ઓ ના હોય
કારણ પ્રેમ ને તો બસ અવિરત અપેક્ષા વિના કરી શકાય.

વરસતા વ્હાલમ માટે ધરતી પણ સૂકી વેરાન બને છે
ને લીલુડી બની બસ વરસી પડે છે વ્હાલમાં
કારણ એને પણ પ્રેમ છે એ વર્ષાન્તે પડતા મેઘુડાથી

લહેરો પણ ઉછલ્યા રાખે છે સાહિલ ના એ અનંત પ્રેમ માટે
ને ટકરાયા રાખે છે એ કિનારાઓ ના પાષાણો સાથે
કારણ એને પણ પ્રેમ છે એ ખારા સમુદ્ર ના નિર્દોષ વહાલ થી

સુમન પણ સુગંધ બની ખીલે છે
ને સમય જતા કરમાઈ જાય છે
કારણ એને પણ પ્રેમ છે એ નિસ્વાર્થ ખીલવા માટે કરમાઈ ને.!

પ્રકૃતિ ને પ્રેમ છે અપેક્ષાવિહીન પાંગરતું રહેવાનું
કારણ એને પણ પ્રેમ છે બસ ખીલતું રહેવાનું ઉડતું રહેવાનું

તો સવાલ એ છે કે....!!!?
માણસ આજ પ્રકૃતિ થી બનેલો છતાંય કેમ સ્વાર્થ ની પરવાનગી માં પ્રેમ કરે છે, અપેક્ષાઓ ને મો મન આપે છે ને વળી સાવ સ્નેહવિહીન થઇ પાંગળો બને છે.. શું કામ..!?

કારણ માણસ એમ કહે છે બસ તું પ્રેમ કરીશ તોહ જ હું કરીશ..!!
તું માન આપીશ તોહ જ હું માન આપીશ..!!
તું ચાહીશ તોહ જ હું ચાહીશ..!!
આ તું -હું ની હોડ માં પ્રેમ વિખરાઇ ગયો......
કદાચ એને આપવામાં આવતી નવી નવી પરિભાષા ઓ માં એ જ અટવાઈ ગયો...!?!!!!!!
ને આમ જ મને પણ... કે ...મને તો પ્રેમ છે જ એવું વહેમ માં પણ ના રહ્યું..!!
કારણ પ્રેમ નું અસ્તિત્વ પ્રકૃતી એ જાળવી રાખ્યું માણસે એ ખોઈ નાખ્યું.

-Hina modha.

Gujarati Poem by Hina Modha : 111162004
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now