English Quote in Poem by Bansari M

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav -2

"ખુદ ની ખોજ"

તું એક વાર ડગલું ભરવાનો નિશ્ચય તો કર , પર્વત પણ તને રસ્તો કંડારી દેશે.
નીચે બેસીને ખાલી જોવે છે શું, શિખર ને સ્પર્શ કર, એ આહલાદતા તને મહેકાવી દેશે.

નિષ્ફળતા ના રણ તો રસ્તા માં તારું સ્વાગત કરશે જ,
તું સફળતા નું ઝરણું મેળવવા આગળ વધ, તેની મીઠાશ તને તૃપ્ત કરી દેશે.

સમુદ્ર ના ઊંડાણો ક્યાં સુધી માપીશ, હિંમત ના વહાણ ને હંકાર, તોફાનો પણ તને માર્ગ બતાવી જશે.
નફરતો ના બાવળો તો આપમેળે ઉગશે, તું એક પ્રેમનું બીજ વાવી ને બતાવ, એ વૃક્ષ નો છાયડો તને શીતળતા અર્પશે.

અગણિત ફરિયાદો છે જીવન માં, જે નથી મળ્યું તેના માટે ક્યાં સુધી ઝંખીશ, જે છે તેને માણવાની કોશિશ કર, એમાં જ તને અદભૂત સુખ ની અનુભૂતિ થશે.

ધીમે ધીમે, ડગલે પગલે, અંત સુધી થાક્યા વગર, બસ થોભ્યા વગર પથિક બની ને મુસાફરી કર, જીવન ની ગૂઢ ગુફાઓ પણ ઉકેલાય જશે.

અફસોસ ના અંધકાર માં ગરકાવ તો સૌ છે, તું તિમિર જેવી સોનેરી તકો ને ઝડપી લઈ ઝઝૂમતો રહે, એક દિવસ જીવન દીવા ની જેમ ઝળહળી જશે.

સપનાઓ ની દુનિયા માં ક્યાં સુધી રમીશ, પુરુષાર્થ થી જીવન ને શણગાર, એમાં નસીબનો સથવારો પણ મળી જશે.
બીજા ને ભરોસે ક્યાં સુધી રહીશ, તું તારા પર વિશ્વાસ કરી લે બસ , ખુદ ની ખોજ માં ક્યાંક ખુદા મળી જશે.
- Bansari Modha

English Poem by Bansari M : 111161989
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now