તહેવારો બસ જીવનમાં આમ આવે ને જાય છે,
તેમ છતાયે ક્યાં કદી એ આનંદથી ઉજવાય છે.
રોજ ઉઠીને ઈચ્છાઓની, કસરતુ અહીં થાય છે,
આ રીતે બસ શરીર સાથે, મનને પણ પજવાય છે.
નિંદ્રાનું હું ઓઢણું કરી, સુતો છું આ ટાઢમાં ને,
તેમ છતાયે લાટ બધા આ સપનાઓ ઠુંઠવાય છે.
સંતોષ કેરો ઓક્સિજન, મળતો નથી આ મનને તો,
શ્વાસની સાથે મન પણ મારું, જો કેવું રૂંધાય છે.
ક્યાંક ભાળું હું રસ્તો ને, દોડુ ત્યાં આવે વળાંક,
જીંદગી બસ મારી આવી, રોજેરોજ અટવાય છે.
- કૃષ્ણાંશ 'રાધે'