Gujarati Quote in Poem by Pravin..

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઝલ / તરી ગયા

જે સાત ભવના સાથની વાતો કરી ગયા,
એ શ્વાસ તો રેતી હતા પળમાં સરી ગયા !

તારા નગરની રોશની મોંઘી પડી સદા,
ખુદને નિહાળી આયનામાં ખુદ ડરી ગયા.

જાણી શકે શું ભેદ એ પૂનમ અમાસના,
જેના સિતારા ઊગતાં સાથે ખરી ગયા !

મહેંદી ભરેલા હાથની પીડાને ઠારવા,
કાંટા બિચારા હાથ જોડી કરગરી ગયા !

આપ્યું ભલે તેં દર્દ પણ, દિલને ફળી ગયું,
પંપાળવામાં જીવને જીવન તરી ગયા !

પરબતકુમાર નાયી દર્દ

Gujarati Poem by Pravin.. : 111161895
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now