#Kavyotsav2
ઘટનાંને ઈચ્છું એવો વળાંક આપું છું
શબ્દોને રમવા આંગણું ચોખ્ખુંચણાક આપું છું
રખડતાં, ભટકતાં, મરતા પાત્રો છે મારાં
તો પણ હું ક્યાં તેમના નસીબને વાંક આપું છું
નિરાશા, હતાશા ઘેરી વળે ચારેબાજુથી
ત્યારે હું ઉડવા માટે તેમને પાંખ આપું છું
હાર નહીં માને એ મુશ્કેલીઓથી
લડી શકે તેવું તેમની અંદર કાંક આપું છું
જીતી જતાં હોય છે દુનિયા કે છોડી જતાં હોય છે
ક્યારેક, અંતમાં ફરી થોડો વળાંક આપું છું
હાર્દિક રાવલ