#Kavyotsav2
વ્યાકરણ, છંદની વાત નાં કરશો
અહીં લાગણીઓ લખાય છે !
જિજ્ઞાસુ શીખી જશે સ્વેચ્છાથી
કાચી રસોઈ ક્યાં વખોડાય છે !
હૃદયથી નીકળશે, હૃદય સુધી પહોંચશે
વિવેચકોનું વિવેચન વ્યર્થ ઘવાય છે !
શબ્દોની રમત છે સઘળી
અહીં પ્રસંગોપાત અર્થ બદલાય છે !
મોજનું માધ્યમ છે, મોજ કરી લો
તમારા કટાક્ષ ક્યાં સમજાય છે !