#કાવ્યોત્સવ ૨
#KAVYOTSAV_2
સમર્પણ
સ્ત્રીનું સમર્પણ અનન્ય તું જાણ,
નારીનું અદભૂત કર્તવ્ય તું જાણ
પારકાં ને પોતાના કરે જીવનમાં,
સ્ત્રીનો ઉપકાર અગમ્ય તું જાણ
જીવનરથના પૈડાં નર અને નારી,
સ્ત્રીનું અદકેરું મંતવ્ય તું જાણ
ગરિમાને એની લાંછન લાગે એવો,
પુરુષનો અપરાધ જધન્ય તું જાણ
સ્ત્રી બનાવે ઘરને સુંદર નંદનવન ,
નહીં તો ઉજ્જડ અરણ્ય તું જાણ
ડો.સેજલ દેસાઈ
સુરત