#resume #
સ્વયં સીધ્ધ અનુભવ છે મારો , resume માં પુરી હકીકત ક્યારેય લખી ન શક્યો..
પરીક્ષા ના ગુણ લખેલા હતા બધા મારા , સદગુણ ક્યારેય લખી ન શક્યો..
એમાં લખેલું ફક્કડ અંગ્રેજી , ક્યાં પોતાનું મારું હતું..?
એ તો અદ્દલ એવુજ હતું , જેવું બીજા ઘણા નું હતું...
ખબર નહીં ક્યાંથી? પણ એમાં એક ધ્યેય લખેલો હતો..
બાકી મારો ધ્યેય તો મે જાત થી પણ છૂપાવેલો હતો...
એક કોલમ શોખ ની હતી , જે કદી કોઈએ વાંચી નથી..
જે મને કોઈએ પુછી નથી , ને મે કોઈને કહી નથી...
Resume એ કોઈએ નોકરી માટે દિલથી કરેલી અરજી છે...
થોડા શબ્દો અને વાક્યો હશે જરૂરિયાત ક્યાં ફરજી છે..
આમ તો નવા-નક્કોર કપડાં કોઈને ખબર પડવા દેતા નથી...
એ કપડા માટે પડેલા , પપ્પાની ગંજી ના કાણા દેખાવા દેતા નથી..
આ Resume બુમો પાડી-પાડીને કહેછે "વ્રુદ્ધ મા-બાપ ને ટેકો જોઈએ છે"
લોકો સમજે છે આમાં લખેલું છે
કે "અરજદાર ને નોકરી જોઈએ છે "
#kavyotsav2 .0