Gujarati Quote in Poem by Shefali

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

લાવને પતંગિયા...

લાવને પતંગિયા આપને તારા કલર થોડા ઉધાર,
કોઈની બ્લેક એન્ડ વ્હાઇટ જિંદગીને રંગીન બનાવી દઉં!

લાવને પતંગિયા આપને તારો તરવરાટ થોડો ઉધાર,
કોઈની સ્થિર થઈને અટકેલી જીંદગીમાં ચંચળતા લાવી દઉં !

લાવને પતંગિયા આપને તારી પાંખો થોડા સમય માટે ઉધાર,
કોઈ સોનાના પિંજરે પુરાયેલને નવી ઉડાન આપી દઉં !

લાવને પતંગિયા આપને ભરપૂર જીવન માણવાની તારી સમજ થોડી ઉધાર,
કોઈ જીવન ભૂલેલાને તારું જીવનદર્શન કરાવીને જીવતા શીખવાડી દઉં !

લાવને પતંગિયાં આપને એકે એક ફુલ સાથે સાથ નિભાવવાની કળા ઉધાર,
બધાં સંબંધોને નવપલ્લીત કરી બધાનાં અધરે સ્મિત વેરાઈ દઉં !

શેફાલી શાહ

Gujarati Poem by Shefali : 111161743
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now