"મહેચ્છા"
સપનું અમારું ઘર મજાનું,
જીવશું સુખ સંસાર,
હવે જીવશું સુખસંસાર,
અમને ખપતો નથી અંધકાર..(૨)
લઇશું હાથે કલમ કિતાબો,
મળશે વિદ્યાદાન,
હવે મળશે વિદ્યાદાન,
અમને ખપતો નથી અંધકાર..(૨)
ચાહના કેવળ ઉજળું જીવન,
બચપન તરુણ પ્રકાશ,
હવે બચપન તરુણ પ્રકાશ,
અમને ખપતો નથી અંધકાર..(૨)
અમ અધરો પર સ્મિત નિરાળું,
મહેકે જીવનબાગ ,
હવે મહેકે જીવનબાગ,
અમને ખપતો નથી અંધકાર..(૨)
જાગ જરા કટ્ટર માનવ સૂણ,
બાળ તણો લલકાર,
હવે બાળ તણો લલકાર,
અમને ખપતો નથી અંધકાર..(૨)
સપનું અમારું ઘર મજાનું,
જીવશું સુખ સંસાર,
હવે જીવશું સુખસંસાર,
અમને ખપતો નથી અંધકાર..(૩).
- લીના વછરાજાની..
#काव्योत्सव kavyotsav
विषय- प्रेरणादायक कविता