#Kavyotsav2
કર્યા સઘળા કામ, હવે વિચારું હું શું બનું?
કરવું પડશે નામ, હવે વિચારું હું શું બનું ?
લેખક બન્યો, કવિ બન્યો, બન્યો હું ગીતકાર
પીંછીઓ લીધી, ચિત્રો દોર્યા, બન્યો ચિત્રકાર
ગીતો ગાયા, એક્ટિંગ કરી, ન મળ્યો આવકાર
ઓળખ બનાવવા ફાંફા મારુ, ક્યાંનો હું કલાકાર ?
વિરોધ કર્યો, ભીડ ભેગી કરી, કર્યો મીડિયામાં લલકાર
નામ થશે, ભલે થઉં બદનામ, અત્યારે કયાં કોઈને દરકાર
વિવેચન કર્યું, વિવેચક બન્યો, લોકો પર કર્યો ઉપકાર
ટિપ્પણી કરું અનેક મુદ્દે, શીખવાડું અનેકવિધ પ્રકાર
સપનું બનશે હકીકત અને ક્યારેક થશે સાકાર
એમ વિચારી ઘરઆંગણે ઉભી હું જોઉં કાર
સમય ગયો, મોડું થયું અને સમજાયું, હું છું બેકાર
કોઈ તો બોલો હું શું કરું, બની જાઉં પત્રકાર?
કર્યા સઘળા કામ, હવે વિચારું હું શું બનું?
કરવું પડશે નામ, હવે વિચારું હું શું બનું ?
@હાર્દિક રાવલ@