#Kavyotsav2
"સોનેરી પળો"
વિતી ગયેલી પળો હંમેશા યાદ આવે છે
કેટલીય વાતો ને કેટલીય યાદો
અણદિઠેલી દિશાઓમાં જવાની એ તરપ
કયાંય છૂપાઈ ગયેલુ એ બાળપણ
ખડખડાટ હસી ઉઠવુ ને
જે મનમાં આવે તે કરવું
ના કોઈ નું માનવું ને ના કોઈને મનાવવું
બસ પોતાનામાં ત હરવું - ફરવું
બસ ધીંગા મસ્તીમાં જ રહેવું
કોણ જાણે કયાં છે આ બાળપણ
ક્ષણ માત્રમા જ વિખાઈ ગયું આ બાળપણ
મસ્તીની એ પળો કયાંય મૂકાઈ ગઈ
જયાં ના સુખની ખબર હતી કે
ના તો દુઃખની રેખાઓની ખબર
ખાવા પીવાની ચિંતા પણ કયાં કોઈને રહેતી
સાચું કહું તો વ્હાલા
આ જ તો એ બાળપણ હતુ
જે હવે દુનિયાદારીની અનેક ફરજો નીચે દબાઈ ગયું।
ચાહે તે કરવું ને હઠે ચડીને બેસી જવું
જયાં ચાહે ત્યાં રમવું ને
અડધે રસ્તે માંના ખોડે સૂઈ જવું
અડધે રસ્તે અધમ પછાળા કરીને
પોતાની વાત મનાવાવવાનો આનંદ જ કંઈક જુદો છે
આ વાત કયા ત્યારે એટલી સમજાતી