#KAVYOTSAV -2

યાદ તારી આંખ મારી ભીંજવે છે,
ને ગઝલ લખવા મને તું નોતરે છે.

તું ગઈ જ્યારે મને છોડીને જાનમ,
મારું મન કાયમ મને તો છેતરે છે.

હોઠ સૂકાઈ ગયા તારા વગર જો,
એ તો બસ તારા જ હોઠો ઓળખે છે.

ભાર લાગે છે મને એકેક ક્ષણનો,
ને વરસ રહેવાની તું વાતો કરે છે.

જીવે છે 'ધબકાર', તારા માટે જાનમ,
તું મને ભૂલીને બીજા પર મરે છે.

-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)

Gujarati Poem by Umesh Tamse : 111161461

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now