#KAVYOTSAV -2
જિંદગી મારી બનીને આવ તું,
દૂર કર આવીને મારા ઘાવ તું.
ખુદને હું શોધી રહ્યો છું ક્યારનો,
ક્યાં છું હું શોધી મને બતલાવ તું.
રૂપ તારું ખૂબ સુંદર છે સનમ,
અન્ય સાથે ખુદને ના સરખાવ તું.
આંખથી ના કર ઇશારા તું હવે,
આવ દિલમાં,ના મને તડપાવ તું.
મોહની નગરીમાં અટવાયો છું હું,
શાંતિ મારી જિંદગીમાં લાવ તું.
આપણે જીવન જીવીશું સાથમાં,
હું બનું પતવાર ને બન નાવ તું.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)