#kavyotsav #પ્રેમ #કાવ્યોસ્તવ
"બહુ અજબ આપણો પ્રેમ,
ભુલાય કેમ?
પ્રથમ મુલાકાત,આંખો નો હસ્તક્ષેપ ,વાતો નો વેગ,
હસતો, હસાવતો, રમતો હેમ ખેમ,
બહુ અજબ આપણો પ્રેમ
ભુલાય કેમ??
રસ્તા જુદા ,ઘર જુદા, પણ જાઉં છે એક જ મંઝિલ પર,
સપનાઓ નું ઘર બાંધેલું યાદ છે ને અવકાશ પર?
ભલે ને લોકો ને લાગતો ખાલી વ્હેમ
બહુ અજબ આપણો પ્રેમ,
ભુલાય કેમ?
નિત્ય નવા નક્કોર ખેલ,ચાલ ને ડૂબી જાઈએ, તરવાનું પડતા મેલ,
એકબીજા નો આત્મા નો સાથ, તો દુનિયા થી ડરવાનું કેમ?
બહુ અજબ આપણો પ્રેમ,
ભુલાય કેમ?
-મન