#કાવ્યોત્સવ2
મધુર...... 6-5-2019
રામનામ રહેણાંક મળ્યું ને રામ નામ છે મધુર,
રામનામ વિનાની રોટી, વાત બધીયે અમધુર.
ઘરમાં કાણી કોડી નહીં ને ઘરમાં નહીં એક લોટી,
સંપત્તિમા મહારી પાસે હતુ એક મધુર રામ નામ.
ગુરૂએ ભણાવી આ નામને, ગુરૂ જ્ઞાન છે મધુર,
મારા માથે હાથ મુકી દઈને બનાવી દીધી સમધુર.
રામ તારી કરે સુરક્ષા, કામો કરશે કોટી,
ચમત્કારની ચરમસીમામા જીવન બન્યું છે મધુર.
સુણી ગુરૂ વચન થઈ ગઈ જીંદગી મધુર,
ભાવના નશ્ચરથી નીકળી ગઈ ઇશ્વરમા લીન.
ભવદુઃખનો આ ઉપચાર, રામ નામ છે મધુર,
સંયમ, સદ્આચાર, શાસ્ત્રમા રામ નામ છે મધુર .....
ભાવના ભટ્ટ અમદાવાદ...........