ક્યારે આવશે?
ખાલી હૃદયમાં, પ્રેમની અવિરત ધારા ક્યારે વહેશે?
સુના હૈયામાં હર્ષના આંસુની ધારા ક્યારે વહેશે?
ખળખળ વહેતા ઝરણાનો, ખળભળાટ ક્યારે સંભળાશે?
દરિયાના મોજાનો, અફાટ ઉછાળ ક્યારે સંભળાશે?
સૂરજના કિરણોની, સોનેરી રોશની ક્યારે ફેલાશે?
ચંદ્રનાં શીતળ કિરણોની, મીઠી ટાઢક ક્યારે ફેલાશે?
રીમઝીમ વરસાદની, ભીની માટીની સુગંધ ક્યારે આવશે?
કળી ફૂલ થઇ, ક્યારે પાંખડીઓ ફેલાવશે ?
આંબલિયાની ડાળે, કોયલનો ટહુકો ક્યારે સંભળાશે?
મનનો મોરલો, થનગનાટ કરવા ક્યારે નાચી ઉઠશે?
માતૃભૂમિની રક્ષા કાજે, ગયેલ નાથ ક્યારે આવશે?
ખાલી હૃદયમાં પ્રેમની, અવિરત ધારા ક્યારે વહેશે?
- રક્ષા મામતોરા