Gujarati Quote in Poem by Dr Riddhi Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન કેવું અદભુત છે !!
કોરી પાટીમાં કરામત કરવાનુ આજે મન છે...

એક નાનકડુ માનસ કેટલુ સમજે છે.
એ વિચારોનુ દાવાનળ ક્યાં જઈ અટકે છે!!

સૌ ઝંખે  છે સુવાસિત મહેકતુ જીવન,
કોઈના ઈચ્છે જીવનમાં ડગલે પગલે કંટકવન.

જો એક દિલ સમજે બીજા દિલની મુક વાચા,
તો પછી મનને મહેરામણની કોઈ જરૂર નથી.

ટકરાય છે એકબીજાના અહમ જ્યારે,
નંદવાય છે આજની સુંદર પ્રેમભરી જિંદગીઓ...

કોઈની કદર સમજાતા સમય સરકી જાય છે,
પછી એને ભુલાતા આખી જિંદગી ટુકી પડી જાય છે !!

કાશ ! જો થંભાવી શકત આ સમયના ચક્રને
જીવનની મઝદારે ઉભેલી એ પ્રેમનૈયા પણ અટકાવી દેત !!


Dr.Riddhi Mehta



                    *.     *.     *.     *.     * .

Gujarati Poem by Dr Riddhi Mehta : 111161125
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now