#KAVYOTSAV -2
#પળો માણવાની
બાળપણ માં અલ્લડતાથી આળોટવા,
આ વર્તમાન માંથી થોડી રજા મળવી જોઈએ.
મસ્તીની સ્વાદિષ્ટ મિજબાની ઉડાવવા,
આ સમજદારી માંથી થોડી રજા મળવી જોઈએ.
આનંદનો આસ્વાદ માણવા,
વિષાદનાં આ વંટોળ માંથી થોડી રજા મળવી જોઈએ.
સરળતા અનેં નિર્દોષતા નેં પિછાણવા,
આ આડંબરવાળી હોંશિયારી માંથી થોડી રજા મળવી જોઈએ.
જિદ્દી એ નાનપણનેં ખુશી થી ઝુંટવવા,
બલિદાનો નાં આ દેખાડા માંથી થોડી રજા મળવી જોઈએ.
નિજાનંદની એ પૂર્ણતા માં સમાવા,
દંભી આ જીવન માંથી થોડી રજા મળવી જોઈએ.
સંબંધો નેં બિંદાસ આનંદમય નિભાવવા,
સમાજની પાબંદીઓ માંથી થોડી રજા મળવી જોઈએ.
મીસ. મીરાં
પૂર્વી જે શાહ વાપી