#KAVYOTSAV -2
ડૅટ
તું મારી સાથે 'ડૅટ' પર આવીશ?
મ..ત..લ..બ..
કે, કૉફી પીવા આવીશ?
સાથે કૉફી પીવાથી
તું થોડી
મારી થઈ જવાની?
ને એટલે જ
આમ થોડો ડહોળ કરવા પણ
તું આવી તો શકે જ છે ને!
લોકોને પણ લાગે
કે, કોઈ છે મારી પાસે...
આમ ક્યાં સુધી એકલો-એકલો
કિટલી પર બેઠો
ચા પીધાં કરું?
કૉફી પીતાં-પીતાં જો
આપણી આંખો મળી જાય
તો બહુ વિચારતી નહીં હોં!
દિલમાં ઉતરવાનો
રસ્તો ત્યાંથી જ પસાર થાય છે..
કૉફીના ઘૂંટ સાથે એટલે
મને પણ ઉતારી દેજે.
જો તને
કૉફીના પ્રેમની એલર્જી
હોય તો આપણે કૉલ્ડ-ડ્રિંક્સની
મજા માણીશું...
દિલમાં ઠંડક થશે,
મારાં
કદાચ તારાં પણ.
અરે!
હું ક્યાં એમ કહું છું
કે, આપણે કંઈક
પીશું કે ખાઈશું..
પણ,
તું સમજે છે ને!
હું...
શું કહું છું,
એ!
- ધવલ 'રસ'