ચમત્કાર બસ એવો કંઈક તું કરી બતાવ,
નજર સમક્ષ તું હાર રાખીને જીતી બતાવ.
સુકાઈ જઈને ખરી જવુ, એ તો છે સહજ,
તું લીલા પાને બેફિકર થઈ ખરી બતાવ.
સોય મળે તો સાંધી લે ને ટુકડા જીવનના?
લે તલવાર ચાલ હવે જોઉં સિવી બતાવ.
દૂશ્મન સામે યુદ્ધનો તે મોરચો માંડ્યો છે ને,
ઉભો મિત્ર સામો આજ તું લડી બતાવ.
તને તારીખ આપી દઉં લે તારા મોતની,
સહજ થઈ સ્વિકાર કરીને જીવી બતાવ.
દુઃખોનો આ દરિયો, ને કિનારો છે કાંટાળો,
લે અટક હવે કિનારે, કાં તો તું તરી બતાવ.
- કૃષ્ણાંશ 'રાધે'
#કાવ્યોત્સવ