06-05-2019 ?બે મિત્રો ? (ભાગ -૨)
કમલેશ એ મસાલો થુક્યો અને પોતાનું કાર્ડ અભિનંદન ને આપતા કહ્યું કે લે આ કાર્ડ કઈ કામ હોય તો કોલ કરજે. અભિનંદન એ કાર્ડ લઇ ને ખિસ્સા માં મુક્યુ. કમલેશ એ પૂછ્યું કે કેટલા દિવસ માટે અહીં આવ્યો છે ? અભિનંદન એ કીધું ૩ દિવસ માટે આવ્યો હતો બહેન ના લગ્ન માટે. હવે કાલે સાંજે પાછો ફરીશ જોબ પર. ?
કમલેશ ની નજર અભિનંદન ના મોબાઈલ પર પડી અને કહ્યું કે હજુ પણ આટલો સાદો મોબાઈલ ? વોટ્સએપ યુઝ નથી કરતો ? અભિનંદન એ હસી ને કીધું કે "ના" જરૂર નથી પડતી વોટ્સએપ ની. કમલેશ ને થોડો ગુસ્સો આવ્યો અને પૂછયું કે તું એવુ તો શુ કામ કરે છે? ?
અભિનંદન એ જવાબ આપ્યો હુ..........................?
જવાબ સાંભળતા જ કમલેશ ની આંખો ખુલ્લી જ રહી ગયી એને પોતાની જાહોજલાલી નું કરેલું પ્રદર્શન એને ફરી થી યાદ આવ્યું. પછી એને અભિનંદન ના ખભા પર હાથ મુક્યો અને ત્યાંથી પોતાનુ મો નીચે કરી ને ચાલી નીકળ્યો.?
અભિનંદન નો જવાબ હતો "હું આર્મી માં છું" ?
સંપૂર્ણ