06-05-2019 ?બે મિત્રો ? (ભાગ-૧)
સ્કૂલ માં 8 માં ધોરણ મા સાથે ભણતા 2 મિત્રો એક વાર ગામ માં ભેગા થયા. પેહલા તો એકબીજા ની સામે જોયા કર્યું અને વિચારતા રહ્યા કે આ એજ ફ્રેન્ડ છે ને જે સાથે ભણતો હતો ?
આખરે એક મિત્ર એ સામે થી પૂછી લીધું કે તમે એજ ભાઈ છો કે શું ? તો સામે થી રિપ્લાય આવ્યો હા. અને પછી બંને હસ્યા અને હાથ મિલાવ્યા. રજા ના દિવસો હતા અને બંને ફ્રી હતા તો ત્યાં જ નજીક ના ઓટલે વાતો કરવા બેસી ગયા. ?
"અત્યારે તું શું કરું છું"એના પરથી બંને વચ્ચે વાતો ચાલુ થયી.
અભિનંદન એ કિધુ હું જોબ કરું છું જ્યારે કમલેશ એ કીધુ કે મારો પોતાનો બિઝનેસ છે. કમલેશ એ અભિનંદન ના સાદા નેચર અને સિમ્પલ કપડાં નો અંદાજો લગાવી પોતાની રુવાબી જિંદગી પર ડંફાશ મારવા નું ચાલુ કર્યું અને કહેવા લાગ્યો કે "કોલેજ પુરી થતા જ મારા પપ્પા એ મને બિઝિનેસ માં બોલાવી લીધો" હું સેટ થયી ગયો પછી મારા લગ્ન થયી ગયા અને પછી બિજિનેસ એટલો ચાલ્યો કે આજે ૩ માળ ની તો મારી ઓફિસ જ છે.?
અભિનંદન એ એની વાતો ધ્યાન થી સાંભળી અને એની મેહનત ને વધાવી. કમલેશ એ પોતાની બીજી જાહોજલાલી ના પરાક્રમ પણ અભિનંદન ને કહી સંભળાવ્યા. પછી પોતાના રૂટિન થી લઇ ને પોતાના છોકરા માટે અત્યાર થી મુકેલી ફિક્સડ ડિપોઝિટ ની વાતો પણ કહી સંભળાવી. ?
જેમાં હતું કે "હું ૧૦ વાગે તો ઓફિસે જાઉં ૧ વાગે પછી ઘરે ગરમ ગરમ જમવા આવી જાઉં પછી આરામ કરી પાછો ૪ વાગે ઓફિસે જાઉં અને ૭ વાગે પાછો ઘરે આવી જાઉં" અભિનંદન વધુ ખુશ થયો અને કેહવા લાગ્યો "બહુજ સરસ ભાઈ બસ આમ જ પ્રગતિ કરતા રહો"?
પછી કમલેશ એ અભિનંદન ને ૧૩૫ નો મસાલો ઓફર કર્યો પણ અભિનંદન એ ના પાડતા પોતાના મો માં મસાલો ભરી ને એને પૂછ્યું કે તું શું કરે છે એતો કહે. અભિનંદન એ કહ્યું બસ હું તો સિમ્પલ જોબ કરું છું સવારે ૫ વાગે ઉઠું ને રાતે ૯ વાગે સૂવું આ દરમ્યાન બસ કામ કામ અને કામ માં જ વ્યસ્ત હોઉ. ?
(કમલેશ એ મન માં વિચાર્યું કે અભિનંદન ના લગ્ન થયા નથી લગતા એટલે પોતાના કામ પોતે કરતો લાગે છે) કમલેશ એ પુછ્યુ કે તુ બૈરી છોકરા સાથે નથી રહેતો કે શું? અભિનંદન એ કીધું હા એ લોકો અહીં જ રહે છે હું એકલો જ ત્યાં રહું છું. કમલેશ હસ્યો અને કહે "આને જોબ નઇ પણ મજૂરી કહેવાય હો ભાઈ" ?
અભિનંદન સામે થી હસ્યો અને બોલી પડ્યો પણ "આઈ લવ માય જોબ" ?
ક્રમશઃ .......