#KAVYOTSAV -2
વફાની ખુશ્બુ...
----------------------
તારી વફા-બેવફા ના ચક્કર માં નથી પડવું મારે,
તને દિલ ખોલી ને પ્રેમ કરવો છે મારે...
તારા સાચા-ખોટા વાયદામાં નથી પડવું મારે,
સાથ વચન નિભાવવા છે મારે...
તારા આલીશાન ઘર કે બંગલો નથી જોઈતો મારે,
તારી લાગણી નો એક અંશ જ જોઈએ છે મારે ...
તારી કડવાશ કે મીઠાશ નથી જોઈતી મારે,
તારી સાથે વીતેલા વર્ષો ની યાદો જોઈએ છે મારે...
તારી સાથેનો રાત-દિવસ નથી જોઈતો મારે,
ફક્ત તારી સાથે ની છેલ્લી મુલાકાત જોઈએ છે મારે...
તારા ફૂલો કે રાતરાણીની ખુશ્બુ નથી જોઈતી મારે,
તારી વફા ની હલકી ખુશ્બૂ જોઈએ છે મારે...
- માર્ગી પટેલ