Gujarati Quote in Poem by Neel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav2

આજકાલ એ દરેક  સંબંધ માં કારણ શોધી રહ્યા છે
હવે તે આપ થી તમે  ને  તમે થી તું સંબોધી રહ્યા છે

આપ-લે કરી લીધી હૈયા ની છતાં વિસ્મય માં રહે છે
આમ  અકારણ  જ તે સ્નેહ પર સંદેહ કરી રહ્યા છે

હજી તો ખાલી બીજ વાવ્યો છે પ્રેમનો આ હ્રદયમાં
નાદાન છે એ કે સીધી આશા ફળની તે કરી રહ્યા છે

બાંધી લીધો છે બંધન ને  ચાહ નિભાવવા ની રહે છે
કરે સવાલો કઈક ને અંતર ના અનુબંધ કરી રહ્યા છે

અપૂર્ણતા માં  પણ  એની  પૂર્ણતા ની ઉમ્મીદ રહે છે
એમ  તે  હવે  મારી  સાથે ઋણાનુબંધ કરી રહ્યા છે

આ  અપરિચિત  સંબંધ  ની પણ કૈંક મહત્તા રહે છે
વાત કાંઈ  થતી  નથી ને ઈશારા મોઘમ કરી રહ્યા છે

આજકાલ એ દરેક સંબંધ માં કારણ શોધી રહ્યા છે
નિલ ને આપ થી તમે ને તમે થી તું સંબોધી રહ્યા છે

-નિલ

Gujarati Poem by Neel : 111160814
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now