#kavyotsav2
આ હ્રદય ની ધરતી ની વધતી ગયી પ્યાસ
છતાં વરસવા માં શાને રાખે છે તું કચાસ
વધતો જાય એકધારો મહીં નો તાપ સંતાપ
લાગે છે થઈ જાઈશ જલન માં હું ખલાસ
આશ એક બાંધી રાખી છે અનંતકાળથી
શ્વાસો પણ તેથી જ ચાલે છે અનાયાસ
અકાળે કાળ પણ ભેટી જાય એવું બને
પ્રતિક્ષા થઈ ગણી પુરો કર આ વનવાસ
કૈક તો દે આસરો હવે હૈયા નું છે વલોપાત
ખોટો તો ખોટો આવશે શ્વાસો માં શ્વાસ
એક તારા જ દરશ ને કાજ જીવી રહ્યો છું
આવી જાય તો અંતરે થઈ જાય ઉજાસ
આ હ્રદય ની ધરતી ની વધતી ગયી પ્યાસ
નિલ તું વરસવા માં શાને રાખે છે તું કચાસ
-નિલ