છે એક અનોખી પહેલી ,
આવીને મુજને જ્યારથી એ મળેલી...
સમજવા ચાહું એને દિલથી જેટલી,
મુંઝવી મૂકે છે સિફતથી એટલી...
હંમેશા લાગે મને અનુસરેલી,
રહું હું જળ, તો એ બરફ બનેલી...
હંમેશા સામે વિવાદે ચઢેલી,
છતાંય સદા મહાદેવના પક્ષે રહેલી...
હસતી રમતી કરતી સૌની અટખેલી,
કોઇ અણછાજે તો બની વાઘણ વિફરેલી...
છો ને કરતી હંમેશા કાલી-ઘેલી,
હકીકતે છે સોળે કળાએ ખીલેલી...
પ્રિતની વાતમાં જ્ઞાનગુરુ બનેલી,
જાણતી હશે? કે આ હ્રદયમાં છે કેટલી હળા ભરેલી...
પૂછજો મિત્રો જો મળે ક્યાંક એ પહેલી,
કુદરતે તુજને કઇ માટીની ઘડેલી..???
જાણે છે મહાદેવ, સમજવી તુજને નથી સહેલી,
એક તો અકળ માયા,અને એમાંય લગની લાગેલી...