#kavyotsav -2
આમ,તો હું બેજ શબ્દોમાં કહી શકું છું,
કે,પ્રેમ કેટલો છે મને તારા થી જીવનમાં.
મને ક્યાં ચાહત છે મેઘધુષની હવે,
તું રહે તો છે મારી આંખોમાં રંગમતી બની.
મારે ક્યાં ચાહત ચાંદ તારાઓની હવે,
તું રહે તો છે હરપળ મારા વિચારો તણી.
મને ખ્યાલ તું બધું કરી છૂટિશ મારી માટે,
પણ ચાહત છે મને તારા હાથે ફૂલ લેવાની.
વાદળોનાં તકીયાની હવે જરૂર નથી મારે,
તારા હાથનો બનેલો તકિયો મને બહુ વહાલો છે.
ભલે..!!,નહિ હોય પોચપ વાદળો જેવી તારી હથેળીમાં,
પણ મારા રક્ષણની લાયકાત રહેલી છે તારી હથેળીમાં.
આમ, તો ભવિષ્યની તો ભગવાનને પણ ક્યાં ખબર છે,
પણ તું મને ક્યારેય દુઃખી નહિ કરે એની મારા દિલને ખબર છે.
ખબર છે મને પ્રેમને સાબિત કરવા તું મને શરમમાં નહિ મૂકે,
તેમ છતાં પણ આવશે એવી સ્થિતિ જીવનમાં તો ખાળી લેશું.
અરે..!!,મારા જીવથી પણ વધારે મને તુજ પર છે વિશ્વાસ,
તું વચન નહિ આપો તો પણ મને તારા પર છે પૂરો વિશ્વાસ.
રવિ નકુમ 'ખામોશી'