#Kavyotsav_2
#કાવ્યોત્સવ_૨
#ગઝલ
#પ્રેરણાત્મક


રે માનવ પ્રતિષ્ઠા પચાવીને તો જો
અહંકાર એ તારો ઉતારીને તો જો

જે કિર્તી મળી આજ તારા પ્રયત્ને
હરખ આજ મનમાં જગાવી ને જો

કે ભાળીને મૃગજળ તડપ શાને ઊઠી ?
કે અંતરે રે ડૂબકી લગાવીને તો જો

હટાવી એ પડદા જે છૂપાવે ભાવો
કે આ દંભ જે તારો ફગાવીને તો જો

પ્રતિષ્ઠા કે ટીકા' સહજ' આમ સ્વિકાર
કે તારી ફરજ આ નિભાવીને તો જો

ડો.સેજલ દેસાઈ

Gujarati Poem by Dr Sejal Desai : 111160599

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now