#kavyotsav -2
(પ્રેમ)
રાખો સલામત
------------------
છે જાદૂ ભરી નશીલી તારી આંખો સલામત
મારી પ્રીતને ફૂટીતી જોઈ પોંખો સલામત
તારી ભીનાશ પારણુ બાંધે મારી પાંપણોમાં
હ્રદયમાં ઉતરતા સ્પર્શને બસ રાખો સલામત
રોજ એક વાદળી તારી વાત લઈને આવે છે
કહે છે આંખની બારી ખોલી નાખો સલામત
આત્માનાં આલિંગનો આત્મસાત હતાં હવે
ક્યાં હતો ઉજાસ ભીતરે ઝાંખો સલામત
તારા આવ્યા પછી બંધ બારણાં ખુલ્લાંજ છે
હ્રદયના ઉંબરા ફરી ભીંજવી નાખો સલામત
-sabirkhan