#KAVYOTSAV -2
*ખુશાલી*
એક-એક રંગ ચાખવા માંગું છું,
એ જ રંગો મનભરીને માણવા માંગું છું;
ખુશાલીથી જીવનને ભરવા માંગું છું.
મળી જ ગયું છે જો આ જીવન, તો
હવે એના જ સાન્નિધ્યમાં ડૂબવા માંગું છું;
ખુશાલીથી જીવનને ભરવા માંગું છું.
ખુશ તો હું બીજાઓને પણ રાખું છું,
હવે તો એની સંખ્યા વધારવા માંગું છું;
ખુશાલીથી જીવનને ભરવા માંગું છું.
ઉત્તમ તકોની રાહ જોયા વગર જ, હું
હવે ખુશ રહીશ એ ભવિષ્ય ભાખવા માંગું છું;
ખુશાલીથી જીવનને ભરવા માંગું છું.
કોઈ પણ ભેદભાવ ભૂલીને ચોખ્ખું મન રાખવા માંગું છું,
આ અટપટી દુનિયાને હવે સીધેસીધી દેખવા માંગું છું;
ખુશાલીથી જીવનને ભરવા માંગું છું.
અલબત્ત, ખૂબ રોમાંચક થઈ રહેશે મારા માટે,
હવે એટલે જ આ સફરને મારા હાથે લખવા માંગું છું;
ખુશાલીથી જીવનને ભરવા માંગું છું.
ગમતાનું હંમેશાં નમતું કરીને આગળ ચાલવા માંગું છું,
રસ્તા પરના પથ્થરોને ખસેડવા માંગું છું;
ખુશાલીથી જીવનને ભરવા માંગું છું.
ભલે પડે જખમ મારા શરીર અને દિલ પર,
એમ કરતાં કરતાં જ હવે પ્રેમને શીખવા માંગું છું;
ખુશાલીથી જીવનને ભરવા માંગું છું.
મનરૂપી મેદાનમાં મારા, બીજ ઉગાડવા માંગું છું,
ઘટાદાર વૃક્ષની અપેક્ષા સાથે ઉછેરવા માંગું છું;
ખુશાલીથી જીવનને ભરવા માંગું છું.
હા, બહુ સસ્તો થઈ ગયો છે આજે વિશ્વાસ,
છતાં એનો ડર રાખ્યા વિના જ કરવા માંગું છું;
ખુશાલીથી જીવનને ભરવા માંગું છું.
- ધવલ 'રસ'