Gujarati Quote in Poem by jigar bundela

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#email #પત્રો #કાવ્યોત્સવ2 #યાદો
email/પત્રો

સ્ટાર કરેલા તારા ઇ મેઈલ ઇનબૉક્સ માં પડ્યા છે. પણ,
ગ્લીટરિંગ પેનથી લખેલા પત્રોની જેમ ચમકતા નથી,

ફૂલોની ઇમેજ સાથે તેં લખ્યું છે ILU. પણ,
ક્રીમ લાગેલા તારા હાથથી લખેંલા પત્રોની જેમ મહેંકતા નથી,

બ્રેકઅપ પછીના કેટલાંક ઇ મેઈલ લેબલ કરીને રાખ્યા છે સેડ.પણ,
લડ્યા રિંસાયા પછી આંસુના ટીપાં સાથેના પત્રોની જેમ લાગણી પહોંચાડતા નથી.

પ્રેમથી તરબતર ઇ મેઈલ માત્ર શબ્દો સંઘરે છે.પણ,
પત્રોની જેમ લોહીભીની જીગરની લાગણીઓ વહેંચતા નથી.

સર્ચ કરું ત્યારે જ મળે છે આવેલા ઢગલો ઇ મેઇલ માંથી. પણ,
કબાટ નાં ખાનાં માં પુસ્તકોની વચ્ચે અચાનક મળેલાં પત્રોની જેમ સજીવન થતા નથી.

જુના થતાં સમયાંતરે ડીલીટ થઈ જાય છે ઇ મેઈલ.પણ,
સમય જતાં પત્રોની જેમ પીળી કરચલીવાળુ સ્મિત આપતાં નથી.

નથી વિરોધ ઇ મેઈલ કે ટેક્નોલોજી નો ગમે છે મને. પણ,
તને રીઝવવા મારા હાથનો કમાલ પત્રોની જેમ દેખાડતા નથી.

–જીગર બુંદેલા

Gujarati Poem by jigar bundela : 111160381
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now