Gujarati Quote in Poem by Tejal Vaghasiya .

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# Kavyotsav 2.0
#કાવ્યોત્સવ 2.0

એક છું હું અને અેક છે તું ,
હું , તું છોડીને , ચાલને કરીએ આપણને ગમતું ,,,

તું બને શાયર ને હું બનું શાયરી ,
બંને મળીને , ચાલને બની જઈએ ડાયરી ,,,

તું બને વાદળ ને હું બનું વીજળી ચમકતી ,
બંને જઈએ વરસી , ને પ્રેમથી તરબોળ કરી એ ધરતી ,,,

તું બને બીજ ને હું બનું તારો અંકુર ,
ચાલ એકમેકમાં ભળી જઈએ , જો હોય તને મંજુર ,,,

તું બને થડ ને હું બનું તારી ડાળી ,
અહીં નથી કોઈ " તેજલ " આપણો માળી કે વનમાળી ,,,

*******************************************
તેજલના સૌને જય શ્રી કૃષ્ણ
*******************************************

Gujarati Poem by Tejal Vaghasiya . : 111160335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now