ખુલ્લા પગે શેરી મા રમતાતા ત્યારની આ વાત છે...

નાસ્તો એકબીજાનો જમતાતા ત્યારની આ વાત છે..

ઝગડો થાય ને જીકી દેતાતા ઢીકા, પાટુને મુક્કા...
ફરી ખભા મિલાવી ફરતાતા ત્યારની આ વાત છે...

ખાલી ખિસ્સામાં પણ રૂઆબ નવાબો જેવો હતો...
દોસ્તોને દુનિયા ગણતાતા ત્યારની આ વાત છે...

પ્રેમ આવે તો દિલ દેતાને ગુસ્સો આવે તો ગાળ...
તોય એકબીજાને ગમતાંતા ત્યારની આ વાત છે...

હવે કોણ, ક્યાં, કેટલા કમાય એ'ય ખબર નથી...
આ તો સૌ દોસ્તો સાથે ભણતાતા ત્યારની આ વાત છે..

?મિસ યુ યારો?

Gujarati Blog by Hiten Parmar : 111160234

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now