#કાવ્યોત્સવ૨ #લાગણી
પુરવા..?
યાદો નો બગીચો તો છે, કલર પુરવા..
શું સાથ નામનો અતર મળી શકશે, સુગંધ પુરવા?
સૂર્ય નો સાથ તો છે, આ સવાર માં ઉજાશ પુરવા..
શું પ઼ેમ નામની તાજગી મળી શકશે, મુખ પર મુસ્કાન પુરવા?
શબ્દો નો ભંડાર તો છે, વાતોમાં રસ પુરવા..
શું પંક્તિ નામની લાગણી મળી શકશે, સ્વાદ પુરવા?
દીલ નો ખૂણો ખૂણો ખાલી છે, વિશ્વાસ પુરવા..
શું સમજ નામનું મન મળી શકશે, ખૂણાઓ માં આકાર પૂરવા?
લાગણી નો દરીયો તો છે, આંસુ ની કમી પૂરવા..
શું હાસ્ય નામની હસી મળી શકશે, એકલતાની કમી પૂરવા?
વિચારો નો વંટોળ તો છે, મન ની નવરાશ પુરવા...
શું ખામોશી નામની મોકળાશ મળી શકશે, શાંતિ પૂરવા?
સમય નો સાથ તો છે, જીવન માં ખુશીઓ પૂરવા..
શું મિત્રો નામના ઘરેણાં મળી શકશે, જીવન મા જીવ પૂરવા?
- મીત ખોડીયાર