#KAVYOTSAV -2
મૂંઝવણ
સાગર આજે મૂંઝાય,
શું કરે તે ન સમજાય
સરિતા આપે હંમેશ,
તોય ક્યારેય ન માંગે લેશ
ખુદ પાસે છે અગાધ,
છતાં ન પાડે 'ના' કોઈવાર
વિચારે લાવ કશું આપે તેને,
પણ દિ ન મળે સિંધુને
સરિતા સમજી સાગરનો સંતાપ,
કહે શાને ચિંતો છો આપ
તમારી હૂંફ મળે છે જ મને,
માટે તો 'વહુ' આ જગત મધ્યે
લોક કહે તમને 'ખારા',
તે ક્યાં સમજે પાલનહારા
આભ તો અહીં અગન વરસે,
તેને તું જ તો ટાઢક આપે
ગગન વરસે ગાગર જેટલો,
તોય પૂજાય સાગર જેટલો
સરિતા અર્પે તારુ જ વારિ,
જોડે જીવાડે જીવન અહીં
ઊંચા માથાને કશું ન મળે,
નમ્રને તો સહુ કોઈ મળે
સંતૃપ્ત થયો છે આજે સિંધુ
કહે મને સમજે કોઈ મારાથી વધુ
આનંદ પ્રસર્યો ક્ષિતિજ પાર,
અંતર વરસે અનરાધાર...
કુણાલ ચૌહાણ 'કમળ'