#KAVYOTSAV
#પ્રેમ
"પાંપણ"
આંખો નેં પાંપણ નો ક્યારેક ભાર લાગે છે,
જ્યારે શમણાં ઓ આંખો માં આખી રાત જાગે છે.
પ્રશ્નો નો આંખો નેં જ્યારે અટકાવ લાગે છે,
પાંપણોનો અલગ જ કાંઈ વર્તાવ લાગે છે.
રાતનાં ઉજાગરાનો આંખો નેં બહું ત્રાસ લાગે છે,
એમાં પણ પાંપણો નેં અનોખી પ્યાસ જાગે છે.
આડંબર આંખોનાં ક્યારેક ખાસ લાગે છે,
ડરપોક પાંપણો નો છુટી જતો ત્યારે સાથ લાગે છે.
જુઠ્ઠાણાં નો ડોકાતો આંખો નો અંદાજ લાગે છે,
પાંપણોનાં ઢળાણ માં અતૂટ એક વિશ્વાસ જાગે છે.
એકાંત નાં સ્મરણો આંખો નેં યાદ લાગે છે,
માધવ સંગ મુલાકાત નોં પાંપણ હિસાબ માંગે છે.
આંખોમાં તરતાં મનનાં વિચાર લાગે છે,
પાપણો પણ અવિરત થતો અત્યાચાર લાગે છે.
આંખો આજે અનાયાસે બહું રડી છે,
આંસુઓનાં મહાસાગરે આજે પાંપણ તરી છે.
મીસ. મીરાં