Hindi Quote in Poem by shekhar kharadi Idriya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOTSAV -2

હાલ સખી ડુંગરે ફરવા જઈએ

આડા અવળા રસ્તા ટાળતા જઈએ
આમતેમ નજર ઝૂકાવતા જઈએ
પગવાટને ખુંદતા જઈએ
ઝાડ, ઝાંખરાને મળતા જઈએ
હાલતા પડછાયાને જોતા જઈએ

હાલ સખી ડુંગરે ફરવા જઈએ

હાથમાં હાથ ઝાલતા જઈએ
એકબીજાને સહારો દેતા જઈએ
શ્વાસોની ગંધ વેરતા જઈએ
ફુલ, ફળના સ્વાદ માણતા જઈએ
મીઠું ઝરણું કંઠે પીતા જઈએ

હાલ સખી ડુંગરે ફરવા જઈએ

લાકડાનો ભારો બાંધતાં જઈએ
બળતણનું ઈંધણ લેતા જઈએ
આભને થોડુક છલકાવતા જઈએ
ફરી વનમાં આવવાની પગદંડી
વારંવાર દોરતા જઈએ

હાલ સખી ડુંગરે ફરવા જઈએ


-- શેખર ખરાડી ઈડરિયા

Hindi Poem by shekhar kharadi Idriya : 111159801
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now