#kavyostav -2. "સત્ય"
સાચું ને ખોટું, દુનિયા માં ચાલ્યું જાય છે,
ખોટું ને ખોટું દુનિયા માં છવાઈ જાય છે,
સારું સારું ગમે અહીં, ખોટું કરતો જાય છે,
સચ ને લાગ્યું ગ્રહણ, અંધકાર છવાઈ જાય છે
જુઠ ની માયા માં,માનવી ફસાઈ જાય છે,
સત્ય હાર્યું આજ,હાર માં જીત સમાય છે,
કહે કૌશિક કવિ રાય,ખોટ નો ધંધો થાય છે,
જુઠ ની થઈ આજે જીત,
કાલ સત્ય ની દેખાય છે.......
@ કૌશિક દવે