Gujarati Quote in Poem by Neel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav2

હવે ખબર તો પડે કે આ દિલમાં બેચેની શેની છે !
શું એ  આવવા ના છે હવે સાંજ થવા ની પહેલાં !

કહો, છે કાંઈ એવું જે દિલમાં દબાવીને રાખ્યું છે ?
તો  કાઢી  પણ  નાંખ  જો  એને મળવાથી પહેલાં

તમે ક્યાં જાઈ શકશો હવે જો ડગર પ્રેમની છે તો
થોડુંક પણ વિચાર કરી લેજો બદલવા થી પહેલાં

રાહ તો ઘણી જોઈ લીધી અમે  વાર ના લગાડશો
એવું ના બને  પ્રાણ છુટી  જાય આવવાથી પહેલાં

હજી પણ રાખી છે ઉમ્મીદ પ્રેમની મારા આ હ્રદયે
તમે આવી પણ જાઓ હવે આશ તૂટવાથી પહેલાં

એવું  પણ  શું થયું  કે સાથ છોડીને ગયા મઝધારે
થોડુંક વિચારવું  પણ હતું વચન આપવાથી પહેલાં

અહીં કોણ છે એવું જેની ઈચ્છાઓ બધી થૈ પુરી!
નિલ ક્યાં બધું મળે છે સમય ને કિસ્મતથી પહેલાં

-નિલ
તા. ૧૩/૪/૨૦૧૯
સભય ૯:૨૫ am

Gujarati Poem by Neel : 111159704
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now