| મુસાફિર હું મુસાફિર છું , લહેરની વાટ લેવી છે , મળે સથવારો જો સારો , તો એક બેવાત કેવી છે . . ટેક ગવનના છાંયડા નીચે , હજારો ગાંવ હાલીને. ( ૨ ) , આવે આફત સાથીને , તો એની ઘાત લેવી છે . મુસાફિર હું મુસાફિર છું . . . ૧ આકાશે ચાંદ તારાને , નીચે ધરતી અમારી છે ( ૨ ) , સમંદર તો હૈયામાં છે , એવી ઘુઘવાટ લેવી છે . | મુસાફિર હું મુસાફિર છું . . . ૨ હુંયે તમારા જેવો છું , મારી તાસીર જુદી છે ( ૨ ) , મળે જો હેતુ સાચા , તો હવે ચોપાટ લેવી છે . | મુસાફિર હું મુસાફિર છું . . . ૩ બધી દુનિયા તમારી છે , અમારે કાંઇનાં જોઇએ ( ૨ ) , તમારા બાગની એકજ , કળી સંગાથ લેવી છે . | મુસાફિર હું મુસાફિર છું . . . ૪ તમારી હેડકી આવે , તોઇએ આ “ રાજ ' રાજી છે ( ૨ ) , આખું આયુષ્ય આપીને , એક મુલાકાત લેવી છે . મુસાફિર હું મુસાફિર છું . . .